GUJARATI-history

આહીર સમાજમાં અનેક સંતો થઈ ગયા છે, જેમાં કચ્છમાં થયેલ આહીર સંતો અંગે આપણે ઓછું જાણીએ છીએ. મમુઆરા તા. ભુજના મુળજીરાજાના શિષ્ય રતના ભગત ઉચ્ચકોટીના સંત ઉપરાંત શ્રેષ્ઠ કવિ પણ હતા, જેઓએ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો સામે અવાજ ઉઠાવી અનેક સુધારા કરાવ્યા હતા. તેમની એક સુંદર રચના જોઈએ. હિંદુ જપીંતા રામ કૃષ્ણ કે મુસલમાન ચેં અલા; બોય બરાબર નતા મંગી, સે ખેંતા જમજા ખલા, મુસલમાન જા મક્કા-મદીના, હિંદુ દ્વારકા-કાશી; કરણી તેડી પાર ઉતરણી, ખૂન જે બદલે ફાંસી. બીં જવું ગાલ્યું બોય બરાબર, સચ તે હલંધલ સચ્ચા; દાસ ‘રતનું’ ચે હિકડો માલક, માલક જા સૌ બચ્ચા, સંત મિણી કે સચી જ ચેંતા, સચા લગેંતા કડવા; કૂડ કપટ મેં રચ્યા મ રોજા, હથેં મથીજા હરવા. સંત જ તારણ સંત ઓધારણ, સંત સચ્ચજા સગા; સેવ કરીંધે સંત પુરૂષજી, પાપ જ પરલે ભગા, દાસ ‘રતનો’ દુરબળ ગાએ, સદગુરૂ સગા; ગુરૂ મૂળજી મૂંકે મલ્યા, ત ચિત્ત ચરણ મેં લગા.


રણ છોડતા રણછોડ રણ છોડે તે રણછોડ
- હરીશ નાયક
છોડવું પડે તો રણ છોડયું અને શ્રીકૃષ્ણ રણછોડ બની ગયા
ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ રણછોડ છે.
‘રણછોડ રાયકી જે’ એવું તમે હંમેશા બોલો છો.
પણ ‘રણછોડ’નો અર્થ જાણો છો?
રણછોડનો અર્થ તો રણને છોડનાર કહેવાય. રણમેદાનમાં ઊભી પૂંછડીએ ભાગે તે રણછોડ.
રણમાં જીતે તેને તો રણજીત કહેવામાં આવે છે.
ત્યારે ખુદ ભગવાન જેવા ભગવાને આવું રણછોડ નામ કેમ પસંદ કર્યું હશે?
એની કથા વિનોબાજીએ કહી છે.
તેમના કહેવા મુજબ જરાસંધ અને કૃષ્ણનું યુદ્ધ ચાલ્યા જ કરતું હતું. બંને કટ્ટા શત્રુઓ હતા. કૃષ્ણ ગાંઠે તેવા ન હતા. જરાસંધ પણ ગાંજ્યો જાય તેવો ન હતો.
યુદ્ધ લાંબુ ચાલ્યું. કૃષ્ણના બધા દાવ નકામા ગયા. જરાસંધને ધાર્યો હતો તેટલો આસાનીથી જીતી શકાયો નહિ.
જરાસંધને પણ કૃષ્ણને હાર આપવામાં ફાવટ આવી નહિ.
છેવટે જરાસંધે યુક્તિ કરી. તેણે કાળયવનની મદદ માગી.
હવે આ કાળયવન વળી કોણ?
એનો અર્થ એવો થઇ શકે કે યવનને અંગ્રેજીમાં આયોનિયન કહે છે.
આયોનિયન એટલે ગ્રીકનો નિવાસી.
તે જમાનામાં ગ્રીકનું રાજ્ય બારતની સીમાઓ સુધી આવી લાગ્યું હતું. ગ્રીકો ત્યારે દુનિયાભરમાં સર્વોપરી હતા. આ કાળયવન પણ એવો જ કોઇક યવન રાજા હશે!
શ્રીકૃષ્ણે વિચાર્યું કે, આ તો અંદરોઅંદર લડવામાં પરદેશી ફાવી જશે. યવન લોકો પવિત્ર ભારતભૂમિમાં પગપેસારો કરી જશે.
ના ભાઇ ના. એ વાત નહીં પલવે. કોઇ વિદેશીને સ્વદેશમાં પેસવા દેવાય નહિ. ભલે હાર તો હાર.
અને કૃષ્ણ રથ છોડીને ભાગ્યા. તેમણે રણ છોડયું એટલે રણછોડ કહેવાયા.
પણ તેમના રણ છોડવામાં મોટી સૂઝ હતી. તેમને એ યુક્તિ કામ આવી. જરાસંધે પછી યવનલોકની મદદ લીધી નહીં.
પરદેશીને દેશમાં ધૂસવા દીધો નહીં. પોતે જાતે જ કૃષ્ણને ભગાડયા છે એવો ગર્વ તેને થયો.
તમે જાણો છો કે પછી વર્ષો બાદ કૃષ્ણે જ જરાસંધને સીધો કર્યો હતો. પણ દેશના મામલામાં પરદેશીઓને તો ન જ પડવા દેવાય. એવી ઘડી આવે ત્યારે તો સમાધાન કરવું બહેતર છે.
આ ત્યારથી શ્રીકૃષ્ણ રણછોડીને ઠેઠ દ્વારિકા સુધી ભાગ્યા.
અને તેમનું રણ છોડવાનું દેશના હિતમાં હતું એટલે જ આપણે કહીએ છીએ.
‘રણછોડ રાય કી જે’










કાઠીયાવાડી કાજ 'દેવાયત બોદર' બની જાજો..
હાથ મા લઇ તલવાર 'ભોજો મકવાણો' બની જાજો..
બને જો કોઇ વિશ્વનો હાથ તો 'કાનો' બની જાજો..
પડે જો જરુર માથુ દેવાની તો 'ઊગો બોદર' બની જાજો..
બનાવે જો ભગવાન હર જન્મમા માનવી તો જનમો જનમ 'આહિર' બની જાજો






ગુજરાત રાજ્યમાં વસતા આહિરોના નામમાં વપરાતી અટકો

ગુજરાત મા આહીર મુ્ખ્ય તિમા ઓળખાય છે, તેમની પેટા જ્ઞાતિઓ પૈકી,

૧. સોરઠમાં રહેવા લાગયા તેથી સોરઠીયા કહેવાયા.
૨. મચ્છુ નદીને કાંઠે વસ્યા તેથી મસોયા કહેવાયા.
૩. કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
૪.પાન્ચાલ મા વસ્યા તે પાન્ચાલિ કાહેવાયા આ ઉપરાંત આહિર જ્ઞાતિ દ્વારા વપરાતી અમુક અટકો નીચે મુજબ છે.
કુવાડ
ક્લ્સરિયા
કાછિયા
છોટાળા
હડિયા
ડોલર
જાલન્ધ્રા
વાણિયા
શ્યારા
ભડક
પરડવા
જિન્જાલા
નકુમ
સિંઘવ
ડૉલા
કાછડ
નાગેચા
મોર
ગુર્જર
મેતા
ખાટરીયા
જલુ
ઘોયલ
ભાદરકા
બાળા (બોરિચા)
ગરચર (બોરિચા)
ખાદા (બોરિચા)
સોરઠીયા
બોરિચા
માલશતર
વાઘમશી
કાતરીયા
બલદાનિયા
મેશુરાની
કાપદી
ચોટારા
બાભણિયા
મિયાત્રા
સોલંકી
બારડ
પટાટ
ચંદેરા
જોટવા
રામ (આહિર અટક)
ભાટુ
કામળીયા
રાવલીયા
નાઘેરા
કસોટ
લાવડિયા
કુવાડીયા
નંદાણીયા
વાળા
બાંધીયા
બામરોટિયા
પાંપણીયા
ચાવડા
ઢિલા
વરચંદ
માંતા
ઉદરીયા
ડાંગર
છાંગા
મણવર
જાળૉંધરા
ખમળ
ગાગલ
મકવાણા
શિયાર
જાટીયા
જરૂ
મંઢ
ખીમાણીયા
છૈયા
બોરીચા
કાનગડ
હુંબલ
મૈયડ
ડવ
કારેથા
જાટીયા
બારીયા
જીંજાળા
પિઠીયા
ડેર
વારૉતરીયા
બૉદર
પંપાણિયા
કંડૉરીયા
ભેડા
કરમુર
આંબલીયા
ડૉડીયા
બડાય
છાત્રૉડયા
સિસૉદીયા
લાખણૉત્રા
વાઢિયા
ભેટારીયા
પાનેરા
બેરા
વછરા
મારૂ